વિરાટે કહ્યું- ટીમમીટિંગમાં ખેડૂતો અંગે વાત થઇ, દેશમાં કોઈપણ મુદ્દો ચાલતો હોય તો અમે એના પર ચર્ચા કરીએ છીએ.
કિસાન આંદોલનની ચર્ચા હવે ભારતીય ક્રિકેટ ટીમની મીટિંગમાં પણ થવા લાગી છે. ઇંગ્લેન્ડ સામે 5 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીના એક દિવસ પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં વિરાટે કહ્યું કે, "દેશમાં જ્યારે પણ કોઈ મુદ્દો ચાલી રહ્યો હોય તો અમે તેના પર ચર્ચા કરીએ છીએ. કિસાન આંદોલન અંગે પણ ચર્ચા કરી. બધા ખેલાડીઓએ આ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને પછી ગેમ પ્લાનની વાત કરવા લાગ્યા.
સોશિયલ મીડિયા પર પણ આપી હતી પ્રક્રિયા
એક દિવસ પહેલાં જ વિદેશી સેલિબ્રિટીએ કિસાન આંદોલનને સપોર્ટ કર્યા બાદ વિરાટે પણ ભારતીય સરકારને સપોર્ટ કર્યો હતો. તેણે લખ્યું કે, મતભેદોના આ સમયમાં એક થવાની જરૂર છે. ખેડુતો દેશનો મહત્વપૂર્ણ ભાગ છે અને અપેક્ષા છે કે તમામ પક્ષો મળીને આ મુદ્દાને હલ કરવામાં સમર્થ થશે.
Comments
Post a Comment