કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા 463 દિવસ અને 31 ઇનિંગ્સથી સેન્યુરી મારી નથી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે ફર્સ્ટ ઇનિંગ્સમાં 11 રને આઉટ થયો. ઓફ-સ્પિનર ડોમ બેસની બોલિંગમાં શોર્ટ લેગ પર ઓલી પોપે કોહલીનો કેચ કર્યો. પેટરનિટી લિવ પરથી પરત ફર્યા બાદ કો આ પ્રથમ ઇનિંગ્સ હતી. જોકે, તે છેલ્લા ઘણા પોતાના વિરાટ સ્વરૂપમાં રમી શક્યો નથી.કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા 463 દિવસ અને 31 ઇનિંગ્સથી સેન્યુરી મારી નથી.
કોહલીએ છેલ્લે 2 નવેમ્બર 2017ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સ ખાતે ડે-નાઈટ ટેસ્ટમાં 136 રન કર્યા હતા. એ પછી કોહલી વનડેમાં 12, ટેસ્ટમાં 7 અને T-20માં 12 ઇનિંગ્સ રમ્યો, પરંતુ સદી મારી શક્યો નથી. આખરે આજે જ્યારે ટીમને ઇંગ્લેન્ડના 578 રનના જવાબમાં મોટો સ્કોર રજિસ્ટર કરવાની જરૂર હતી, ત્યારે પણ વિરાટ કપ્તાની ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો.
કોહલી 2020માં વનડેમાં 47.88ની એવરેજથી રમ્યો કોહલીએ ગયા વર્ષે 9 વનડેમાં 47.88ની એવરેજથી 431 રન કર્યા છે. આ દરમિયાન તેણે 5 ફિફટી મારી છે અને તેનો હાઈએસ્ટ સ્કોર 89 રહ્યો છે. કોહલીનું પ્રદર્શન આંકડાકીય દ્રષ્ટિએ ખરાબ રહ્યું નથી, પરંતુ તે ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નથી.
કોહલી 2020માં ટેસ્ટમાં 19.33ની એવરેજથી રમ્યો કોહલીએ ગયા વર્ષે 3 ટેસ્ટમાં 19.33ની એવરેજથી 74 રન કર્યા. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કો રનનો રહ્યો. આ ટેસ્ટમાં પણ ફ્લોપ થતાં વિરા હવે મોટો સ્કોર કરવાનું દબાણ વધી રહ્યું છે.
કોહલી 2020માં ટેસ્ટમાં 19.33ની એવરેજથી રમ્યો કોહલીએ ગયા વર્ષે 3 ટેસ્ટમાં 19.33ની એવરેજથી 74 રન કર્યા. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કો રનનો રહ્યો. આ ટેસ્ટમાં પણ ફ્લોપ થતાં વિરા હવે મોટો સ્કોર કરવાનું દબાણ વધી રહ્યું છે.
Icc ટેસ્ટ રેન્કિંગમાં પણ નુકસાન
2019માં વિરાટ વર્લ્ડ નંબર-1 ટેસ્ટ બેટ્સમેન હતો. પરંતુ સ્ટીવ સ્મિથે બોલ ટેમ્પરિંગના કારણે લાગેલા 1 વર્ષના પ્રતિબંધ પછી શાનદાર કમબેક કર્યું હતું. ઇંગ્લેન્ડ સામે એશિઝ 2019માં મોટો સ્કોર રજિસ્ટર કરીને સ્મિથે કોહલી પાસેથી નંબર-1નું તાજ છીનવી લીધું હતું. અત્યારે કેન વિલિયમ્સને પર્પલ પેચમાં છે અને વર્લ્ડ નંબર વન બેટ્સમેન છે. સ્ટીવ સ્મિથ બીજા અને માર્કસ લબુશેન ત્રીજા સ્થાને છે. જ્યારે કોહલી ચોથા ક્રમ પહોંચી ગયો છે. ચારેયના અનુક્રમે 919, 891, 878 અને 862 પોઈન્ટ્સ છે.
Comments
Post a Comment